હિન્દ ન્યુઝ, દાહોદ
વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના માર્ગ અમે મકાન વિભાગ સ્ટેટ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર ઝાલોદ રોડ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. આથી આ રોડ પર તત્કાલ ઇકોફિક્સ મટીરીયલથી પેચવર્ક કરીને રોડ મોટરેલબલ કરી દેવામાં આવ્યો છે.પેચવર્ક તથા સમારકામની કામગીરી કરી વાહનવ્યવહાર સુગમ કરવામાં આવ્યો છે.
