જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ ની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

   જિલ્લા વિકાસ અધિકારી હિરેન બરોટના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સી.ડી.પી.ઓ અને આંગણવાડી કાર્યક્રર બહેનો અને તેડાઘર બહેનોની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં આંગણવાડી કાર્યક્રર અને તેડાઘર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ આંગણવાડી કાર્યક્રર બહેનોના ગેજ્યુટીના પડતર કેસો ગરમ નાસ્તા, મકાન ભાડું, ગેસ રિફિલિંગ, પોષણ સુધા, ગ્રેજ્યુઇટી તમામ બિલો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી પોષણ ટ્રેક્ટ એપ્લીકેશનમા ટેક્નિકલ સમસ્યા AVT એપ્લિકેશન સહિત યોજનાના સ્ટોકના પ્રશ્નો બિલોના પ્રશ્નો સહિત મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી

જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ એ દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ને તાત્કાલિક પ્રશ્નોનુ નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.

ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડો સુધીર જોશી પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિભાગની વિવિધ કામગીરીઓ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. 

આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઇસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીઓને સૂચના આપેલ છે. જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા આઇસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડો સુધીર જોશી, સહિત દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment