વલસાડ જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી રેમ્યા મોહને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી પરિસ્થિતિને પહોચી વળવા જરૂરી સૂચનો કર્યા

હિન્દ ન્યુઝ, વલસાડ 

વલસાડ જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી રેમ્યા મોહને વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર સાથે પૂર બાદ ઊભી થયેલી પરિસ્થિતિને પહોચી વળવા માટે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. 

        જિલ્લામાં બચાવ અને રાહત તેમજ સફાઈ કામગીરી ઝડપી અને વધુ સુદ્રઢ રીતે થાય તે માટે વધારાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાનું કહી બેઠકમાં પ્રભારી સચિવએ આ અધિકારીઓને તેમની કામગીરી અંગે વિગતે સમજ આપી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે સફાઈ કામગીરીને વેગ આપવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરોને વધારાના સફાઈ કર્મીઓ ફાળવવા પણ જણાવ્યું હતું તેમજ આરોગ્ય સેવાઓ પણ લોકો સુધી પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર વીજ પુરવઠો પૂર્વવત કરવા જણાવ્યું હતું.  

       આ બેઠકમાં ગુજરાતના કમિશનર ઓફ રિલીફ આલોક કુમાર પાંડે, કલેક્ટર નીતિન સાંગવાન, ડીડીઓ અતિરાગ ચપલોત, નિમણૂક કરાયેલા અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ તેમજ તમામ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment