હિન્દ ન્યુઝ, વલસાડ
છેલ્લા બે કલાકમાં વાવ-થરાદના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ; ભાભર, ધનસુરા (અરવલ્લી), લીલિયા (અમરેલી) અને સાંતલપુર (પાટણ) તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ…
38,653થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર; 5,547થી વધુ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ…
નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં કોસ્ટ ગાર્ડ દ્વારા એરિયલ સર્વે તેમજ બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ…
રાજ્યભરમાં NDRF અને SDRF ની કુલ ૪૯ ટીમો તૈનાત; અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ઇન્ડિયન આર્મીની 06 ટીમો (પ્રત્યેક સ્થળે 2-2 ટીમો) ડિપ્લોય…
