હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં ચાલુ ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આજે સવારે થયેલા વરસાદને કારણે એક સ્થળે માર્ગનો એક ભાગ ધોવાઈ જતાં વાહન વ્યવહાર પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મળતા જ વન વિભાગ સહિત માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર રવાના થઈ છે અને સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સુરક્ષાત્મક તેમજ રાહતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ તા. 23 જુલાઈ, 2026ના સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન આહવામાં 57 મિ.મી., વઘઈમાં 56 મિ.મી. અને સુબીરમાં 40 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાનો સરેરાશ વરસાદ 51 મિ.મી. રહ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, નદી-નાળાઓ તથા ધોવાણગ્રસ્ત માર્ગોની નજીક ન જાય તેમજ પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
