વિકાસ કમિશનર ડી. એન. મોદીએ વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, પોરબંદર

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિકાસ કમિશનર ડી. એન. મોદી અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ આજે પોરબંદર જિલ્લાના કુછડી, રાતડી અને વિસાવાડા ગામોની શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

વિકાસ કમિશનરશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં

ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને અપાતી સારવાર, તેમજ વિવિધ આરોગ્ય સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ ઓડેદરા, અગ્રણી આવડા ઓડેદરા, માલદેભાઈ સહિત અગ્રણીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment