કામરેજ ચાર રસ્તા હાઈવે પર ટ્રાફિક જામ ના દશ્યો

સુરત,

સુરત જીલ્લા ના કામરેજ તાલુકા ના આજે તા. 26.8.20 બુધવાર સમય 09.30 કલાકે કામરેજ ચાર રસ્તા હાઈવે થી કદોદરા સુધી સદંતર ટ્રાફિક જામ દેખાઈ રહયુ છે. આ જગ્યા પર કાયમ ટ્રાફિક જામ ના દશ્યો જોવા મળે જ છે. નેશનલ હાઇવે ઑથોરિટી નું તંત્ર ખાડા પુરવા માં એકદમ નિષ્ફળ ગયુ છે મતલબ ખાડે ગયુ છે.

ખાલી ટોલ ની ઉઘરાણી કરવા માં જ મસ્ત રહે છે. અગર કોઇ ઇમર્જન્સી વાહન પસાર કરવુ હોય તો શું હાલત થાય..?
આનો તાત્કાલિક કોઇ ઉપાય વાહન પરિવહન મંત્રીજી એ કરવો જોઇએ યા તો ચેતવણી નાં બોર્ડ લગાવી દેવા જોઇએ કે દરેક ચોકડી પર થી પસાર થતા પહેલા ટ્રાફિક નાં અહેવાલ પુછી લેવા જોઈએ. નહિ તો એવા અધ્ધર ફસાઈ જશો કે રીટન થવામા મુશ્કેલી સર્જાશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment