બગસરા,
તા.26, બગસરા તાલુકા ના ખારી ગામમાં આમ આદમી પાર્ટીની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 થી વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા. જેમાં તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા તાલુકાના સોશ્યિલ મીડિયાપ્રમુખ ભરત ગઢીયા, એ બધા ભાઈઓ ને પાર્ટી ની ટોપી પેરાવી ને આમ આદમી પાર્ટી માં બધા નું સ્વાગત કર્યું હતું અને આવનારી તાલુકા ની બેઠક માં બધી સીટ પાર ઉમેદવાર ઉતારવાની જાહેરાત પણ કરી હતી. તેમજ આ મિટિંગ માં સમઢીયાળા બૂથ પ્રમુખ અંકિત ગઢિયા પણ હાજર રહ્યા હતા. જેમાં ગામના પરસોતમ ભાઇ રાખોલીયા, કિશોરભાઈ નિરંજન, જયસુખભાઈ ભુવા, ભીખુભાઈ વાળા તેમજ અન્ય યુવાનો જોડાયા હતા.
રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી