અમરેલી,
તા. 26, બગસરા પાસે ના સમઢીયાળા ગામમાં 60 થી વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા. જેમાં તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા એ બધા ભાઈઓ ને પાર્ટી ની ટોપી પેરાવી ને આમ આદમી પાર્ટી માં બધા નું સ્વાગત કર્યું હતું અને આવનારી તાલુકા ની બેઠક માં બધી સીટ પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત પણ કરી હતી અને આવનારા સમય માં દરેક ગામડામાં લોકજાગૃતિ ના કાર્યક્રમો થશે. આ મિટિંગ માં તાલુકા સોશ્યિલ મીડિયા પ્રમુખ ભરત ગઢિયા, સમઢીયાળા બૂથ પ્રમુખ અંકિત ગઢિયા પણ હાજર રહ્યા હતા. જેમાં સમઢીયાળા ગામના ભનુભાઈ કસવાળા, ઘનશ્યામભાઈ હિરાણી, ઘનશ્યામભાઈ ગઢિયા, રાજુભાઇ ગઢિયા, વિશાલ ગઢિયા તેમજ અન્ય યુવાનો જોડાયા હતા. આવનારા સમય માં તાલુકાની તેમજ જિલ્લા ની તમામ બેઠકો લડવાની નેમ સાથે કમલેશ ગઢિયા ગામડે ગામડે મિટિંગો ના આયોજન સાથે આમ આદમી પાર્ટી નો પગપેસારો બગસરા તાલુકામાં કરી રહ્યા છે. આવનારા સમય માં ભાજપ અને કોંગ્રેસ ને ટક્કર આપવા માટે કમલેશ ગઢિયા ની ટીમ બગસરા તાલૂકા ના તમામ ગામમાં મજબૂત માં મજબૂત સંગઠન બનાવવા માં સતત પ્રયત્નશીલ બની ગયું છે. અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ની તમામ બેઠકો લડાવવા માટે સતત પ્રયત્નશીલ બની લોકો ની વચ્ચે આવી રહ્યું છે. એવું કમલેશ ગઢિયાની યાદી માં જણાવ્યું છે.
રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી