હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના વિઝનને સાકાર કરતી ‘હસ્તકલા સેતુ યોજના’ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના કારીગરો માટે સમૃદ્ધિનો સેતુ બની; આ યોજના હેઠળ ₹102.08 કરોડનું વેચાણ; 50,000થી વધુ રોજગારીઓનું સર્જન
રાજ્યની પરંપરાગત કળાને આર્થિક મજબૂતી આપતી આ યોજના હેઠળ 82 ટકા મહિલાઓ સાથે અત્યાર સુધીમાં 21,690થી વધુ કારીગરોની નોંધણી; એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ સમર્થ (Flipkart Samarth), મિશો (Meesho) અને Etsy જેવા ઇ-કોમર્સ પ્લેટફૉર્મ સાથે જોડાવવા કારીગરોને ડિજિટલ માર્કેટિંગની તાલીમ
