હિન્દ ન્યુઝ, ગળતેશ્વર
ખેડા જિલ્લા ના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે બારા ગામ મલેક સમાજ નું ૮ મું સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૯ જોડાઓએ ભાગ લીધો હતો. જેવો ને સમાજ દ્વારા તુજોરી, પલગ, સોફા સેટ વગેરે ભેટ આપવામાં આવી.
આ સમૂહ શાદીમાં મુખ્ય મહેમાન તરીકે કલંદર બાદશાહ બાવા, કાદરી રોહન બાવા , તનવીર બાવા તેમજ આજુબાજુનાં ગામનાં આગેવાનોએ હાજરી આપી સમૂહ શાદી માં જોડાયા. દુલ્હા દુલ્હન ને દુવા આપી હતી.
સમૂહ શાદી ને સફળ બનાવવા મલેક ગુલામભાઈ તલાટી, મલેક ઇમરાનભાઈ, સાદિકભાઈ માસ્ટર અને ઇમ્તિયાજભાઈ અને બીજા ગામનાં અગેવાનો, ગ્રામજનો હાજરી અને સહકાર આપી આ સમૂહ શાદી ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : મોહિન મલેક, ગળતેશ્વર
