સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬
હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહુ ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે.
આ સ્થાનિક સ્વરાજય ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય તરફથી ઉમેદવારી/વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સબંધીતોએ અમલમાં કરવાની આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) આર (ગ) હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરૂરી જણાય છે.
આથી જે.એમ.રાવલ(GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧) આર (૩) અન્વથે મળેલ સત્તાની રૂએ સમગ્ર દાહોદ જિલ્લા વિસ્તારમાં નીચેનાં કૃત્યો કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
(1) કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના ૦૮:૦૦ કલાક થી રાતના ૧૦:૦૦ કલાક સુધી થઈ શકશે.
(૨) ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હીકલ એક્ટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડસ્પીકર મુકી શકાશે નહી અને આવી પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડસ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી પાસેથી નિયત નમુનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટનાં હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(3) કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પરવાનગી પરમીટ મેળવવા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તૃતારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે.
(૪) લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધન કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે.
(૫) કોઈપણ મતદાન વિસતારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાંના સમયગાળા દરમિયાન કોઈપણ મતદાન સમાપત કરવા પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહી.
અમલવારીનો સમય અને વિસ્તાર
આ જાહેરનામું હુકમ તારીખથી ૩૦-૦૪-૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
શિક્ષા
આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ mood વિદ્યામાં ફરજ બજાવતા પોલીસ કોનસ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ જાહેરનામા દ્વારા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા જણાવાયુ છે.
