હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે દાહોદ જિલ્લામાં નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬ મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાશે. આ અન્વયે દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાની ચૂંટણી માટેની આંકડાકીય માહિતી અને મતદાર યાદીની વિગતો જાહેર કરવામાં આવી છે.
જેમાં દાહોદ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ હેઠળ ચૂંટણી યોજાશે. જેમાં કુલ ૯ વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે. કુલ ૫૬ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ કુલ ૬૬, ૭૭૭ મતદારો નોંધાયેલા છે. જેમાં ૩૩૮૦૫ પુરુષ અને ૩૨, ૯૭૨ સ્ત્રી છે. કુલ બેઠકોની સંખ્યા ૩૬, પોલિંગ સ્ટાફની કુલ સંખ્યા ૩૯૨ છે.
