હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહુ ચૂંટણીઓ અન્વયે તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૭(૧) હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.
દાહોદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂએ જે.એમ.રાવલ (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા સમગ્ર દાહોદ જિલ્લા વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ગુપ્તી, ધોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું બીજુ કોઈ પણ સાધન સાથે લઈ ફરવું નહી.
(ખ) કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવો નહી કે ફોડવો નહીં.
(ગ) પત્થર અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેંકવાના પહેલવાના યંત્રો, સાધનો સાથે લઈ જવા નહી. એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહી, મનુષ્યોની આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી, અપમાનીત કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા નહી અશ્લીલ ગીતો ગાવા નહીં. ટોળામાં ફરવું નહી.
(4) જે છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાની, અથવા નકલ કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો, અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની મનાઈ છે.
આ હુકમનો નીચે જણાવેલ વ્યક્તિઓ / પ્રસંગો / વાહનોને લાગું પડશે નહી
(૧) ધાર્મિક વિધિ કે મરણોત્તર ક્રિયા.
(૨) ફરજ પરના સરકારી કર્મચારીઓ કે જેને ફરજ ઉપર હથિયાર લઈ જવાનું, ધારણ કરવાનું હોય તેને.
(3) જેઓને શારીરીક અશક્તિના કારણે લાકડી, લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિને.
(૪) વ્યક્તિગત કામ માટે જતાં અધિકૃત પરવાનેદારો, પરંતુ આવા પરવાનેદાર હથિયાર સાથે કોઈપણ રાજકીય દેખાવોમાં ભાગ લઈ શકશે નહી કે હથિયાર ધારણ કરી મદદ કરી શકશે નહિ
(૫) અત્રેથી/અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકેની પરવાનગી ધરાવનારાઓને
(5) કાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અથવા સરકારી કામે પ્રવાસ કરતા વાહનોને
શિક્ષા
આ હુકમનો ભંગ અથવા અનાદર કરનાર તેમજ તેમ કરવામાં મદદગારી કરનાર સામે
અમલવારીનો સમય અને વિસ્તાર
આ જાહેરનામું હુકમની તારીખથી તા.૩૦/૦૪/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા જણાવાયુ છે.
