હિન્દ ન્યુઝ, દાહોદ
કોઈ પણ વિભાગ/ખાતુ સંગઠન, ઉપક્રમ, સ્થાપના, ઉધોગ સાહસ, સંસ્થા, નિગમ કે સહકારી મંડળી, કચેરી કોઇ પણ પ્રકારની ખાનગી સંસ્થા, સેવા વિતરક, રહેણાક ઘર, અસંગઠીત ક્ષેત્ર ખાતે કે કામકાજનુ ક્ષેત્ર કે જ્યાં મહિલા હંગામી રૂપે, કાયમ રૂપે, પાર્ટ ટાઈમ અથવા કુલ ટાઈમના ધીરાણે કામ કરતી હોય તે જગ્યા પર જાતીય સતામણી સાથે સંબંધિત કૃત્ય અથવા વ્યવહારની ભોગ બની હોય એના સંદર્ભે ફરિયાદ કરવા ફરિયાદ સંબંધે તપાસ કરવા કે જ્યાં ૧૦ થી ઓછા કર્મચારીઓ હોય અથવા જ્યાં આંતરિક સમિતિની સ્થાપના કરવામાં આવેલ ન હોય અથવા ફરિયાદ માલિક વિરૂદ્ધ હોય ત્યારે કાયદાની કલમ-૫ અને કલમ-૬ મુજબ ભોગ બનેલ મહિલાના ને માટે ફરિયાદ કરવા અને ફરિયાદ સંબધી નિવારણ માટે જિલ્લા સ્થાનિક સમિતિ (૧ અધ્યક્ષ અને ૪ સભ્યો) નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
જે અન્વયે દાહોદ જિલ્લા માટે જિલ્લા કક્ષાની સ્થાનિક સમિતિના સભ્યો બનવા માંગતા હોય એવા અનુસાંગિક શિક્ષણ, અનુભવી અને રસ ધરાવતી પુખ્ત વયની મહિલાઓ પાસેથી અને અધિનિયમની જોગવાઈ મુજબની લાયકાત ધરાવતા વ્યકિત પાસેથી બાયોડેટા, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથેની સ્વપ્રમાણિત નકલો જોડેલી લેખિત અરજીઓ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫ સુધીમાં નીચે જણાવેલ સરનામા ઉપર અથવા PDF ફોર્મેટમાં જણાવેલ દસ્તાવેજોની સારી રીતે વાંચી શકાય તેવી સ્કેન કોપી ઇ-મેલ થકી મંગાવવામાં આવે છે.
સ્થાનિક ફરિયાદ સમિતિની બેઠકો માટે નિયોક્તા દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે એ મુજબની ફી અથવા ભથ્થા મળવાપાત્ર રહેશે. જિલ્લા સ્થાનિકોની અરજી માન્ય ગણવામાં આવશે એમ મહિલા અને બાળ અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.
અરજી મોકલવાનું સરનામું:
મહિલા અને બાળ અધિકારીની કચેરી
રૂમ નં – ૩૦૧, જિલ્લા સેવા સદન, ત્રીજો માળ, છાપરી દાહોદ
પીન કોડ- ૩૮૯૧૫૧.
ફોન નં – ૦૨૬૭૩-૨૩૯૪૨૪
E-mail.:- wco-wcd-dah@gujarat.gov.in

