‘યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬’માં ભાગ લેવા ઈચ્છુકોએ તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવું

હિન્દ ન્યુઝ, સુરત

    સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬ યોજાશે. 

          રાજ્યના યુવક-યુવતીઓને લોકશાહી શાસન વ્યવસ્થાનું અને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ ચૂંટણી વ્યવસ્થા વિષે માહિગાર કરવાના હેતુસર રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં ‘યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬’ યોજાશે. પ્રથમ તબક્કામાં સુરત જિલ્લાની બેઠક દીઠ ચાર વિધાનસભામાં સ્પર્ધામાં યોજાશે. જેમાંથી વિજેતા થનાર ત્રણ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ અને તેમાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધક રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે.  

          આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક વિધાર્થી/ઉમેદવારો/યુવાનોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરતથી નિયત નમૂનાનુ ફોર્મ મેળવી તા.૨૮/૦૨/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment