વિધાનસભાના પ્રાંગણમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી તેમજ મહિલા અને બાળકલ્યાણ મંત્રી મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો પ્રારંભ કરવામાં આવ્યો. તા. 23થી 28 ફેબ્રુઆરી દરમિયાન મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ વિધાનસભા સંકુલમાં થશે.

ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે : અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

વિધાનસભાના પ્રાંગણમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ 10 પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment