હિન્દ ન્યુઝ, દાહોદ
સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમેસ્ટર–૬ ના તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ માં નિષ્ણાત ટ્રેનર્સ અશ્વિન જોષી, સંદીપ શાહ અને સુ સલોનિ પરીખ દ્વારા વિધાર્થીઓ ને નેતૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય તેમજ રોજગાર ક્ષમતા કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ જગતમાં સફળતાપૂર્વક પ્રવેશી શકે.
ફિનિશિંગ સ્કૂલનો મુખ્ય હેતુ યુવાનોને તેમની સંબંધિત ક્ષેત્રોમાં સજ્જ અને પ્રોફેશનલ બનાવવા તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનો અંતર દૂર કરવાનો છે. આ પહેલ એવાં ભારતનું સ્વપ્ન દર્શાવે છે જ્યાં કોઈ પણ યુવાન કૌશલ્યના અભાવને કારણે પાછળ ન રહી જાય અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે.
આ કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય ડૉ. કે. બી. જુડાલના ના માર્ગદર્શન હેઠળ પ્રો, સૌમિલ શાહ, પ્રો. સંદીપ ચંદ્રેશા તથા ફિનિશિંગ સ્કૂલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવન માટે સશક્ત બનાવવાના દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

