હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવેના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં ખનિજ ચોરી ડામવા માટે તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટરની આગેવાનીમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ અને ખાણ-ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તાજેતરમાં તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ખાસ ડ્રાઈવ યોજીને ખનિજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, જિલ્લાના ખનિજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તાજેતરમાં તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન ગાંધીનગરના વિવિધ વિસ્તારો જેવા કે પ્રાંતીયા બ્રીજ, મોટી શિહોલી, જેઠીપુર રોડ, પેથાપુર, કોઠા, ધેધુ ચોકડી, રાયસણ અને અડાલજ ખાતે ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બિન-અધિકૃત રીતે સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ૧૨ વાહનો પકડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરીમાં અંદાજે રૂ. ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસ ટીમ દ્વારા ૧૦ વાહનો રોયલ્ટી પાસ વગર અને ૦૨ વાહનો નિયત મર્યાદા કરતા વધુ ખનિજ ભરીને જતા ઝડપાયા હતા.
