ઓસમાન મીર અને આમીર મીરના સૂરે ઝૂમ્યું છોટાઉદેપુર

બોડેલી ખાતે ભવ્ય ‘સાંસ્કૃતિક સંધ્યા’

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત રાજ્ય યુવક અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી આયોજિત ‘દોડ–છોટાઉદેપુર મેરેથોન’ અંતર્ગત બોડેલી ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસંગીત ક્ષેત્રના સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાન મીર અને આમીર મીરની જુગલબંધીએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

     લોકસંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતની પરંપરા, લોકસંગીત, સૂફી સંગીત અને ભક્તિ સંગીતની રમઝટ પિતા અને પુત્રની જુગલબંધીએ બોલાવી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નાગરિકો, યુવાનો અને વડીલો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની અસ્મિતા, લોકવારસો અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનો હતો.

    કલેક્ટર ગાર્ગી જૈનની સુરીલી પ્રસ્તુતિ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. તેમણે અત્યંત સુરીલા મધુર સ્વરે “માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો” ગાઈને સમગ્ર સભામાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. વહીવટી વડાના આ કલાપ્રેમ અને પ્રોત્સાહક અભિગમને ઉપસ્થિત સૌએ વધાવી લીધો હતો.

    મહાનુભાવોની ઉપસ્થિતિ આ સાંસ્કૃતિક સંધ્યામાં ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધીક્ષક હર્ષ શર્મા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment