હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) એક્સચેન્જ ગાંધીનગરમાં સંપન્ન…
રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં માઈલસ્ટોન સમાન આ પહેલ અન્વયે,
🔸રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસિલિટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન.
🔸 એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરાશે.
🔸 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદૃઢ અને ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્દ્ધ કરવાનું આયોજન.
🔸 ગવર્મેન્ટ એજન્સીઝ, ગવર્મેન્ટ સ્કૂલ્સ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનું કેપેસિટી બિલ્ડિંગ કરાશે.
🔸 સરકારી શાળાઓ – પોર્ટ ફેસિલિટીઝ-વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે.
