હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, વલસાડના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકોમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત, તમાકુ નિયંત્રણ, કલાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ તેમજ ક્વોલિટી એસ્યોરન્સ કમિટીની બેઠકો યોજાઇ હતી. કલેકટરશ્રીએ જિલ્લામાં પાણીજન્ય, વાહકજન્ય અને લેપ્ટોસ્પાયરોસીસના રોગચાળા અટકાયત, તમાકુ નિયંત્રણ અને નેશનલ પ્રોગામ ઓન કલાઇમેટ ચેન્જ હ્યુમન હેલ્થ કમિટિ અને સિકલસેલ પ્રોગામ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
