હિન્દ ન્યુઝ, પંચમહાલ
પંચમહાલ પોલીસ દ્વારા નિવૃત્ત થયેલ પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતા હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન તમામ નિવૃત્ત કર્મચારીઓનો ટૂંકમાં પરિચય લેવામાં આવ્યો હતો.
આ અવસરે નાગરિક તરીકે પોતાની ફરજો જવાબદારીપૂર્વક નિભાવવા, સમાજલક્ષી કાર્યોમાં સક્રિય ભાગીદારી રાખવા તેમજ પોતાના લાંબા અનુભવોથી પોલીસ પરિવારને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
