હિન્દ ન્યુઝ, ખેડા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કપડવંજ શહેરને આરોગ્ય ક્ષેત્રે સ્વસ્થ અને સુરક્ષિત જીવનની ભેટ આપી. આજે કપડવંજમાં રૂ. ૬.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત નવી આયુર્વેદિક હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આધુનિક મેડિકલ સુવિધાઓ અને આયુર્વેદિક ઉપચારનો અહીં અનોખો સંગમ સર્જાયો છે.
આ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રથી કપડવંજ અર્બન તેમજ આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ નાગરિકોને ૨૪×૭ ઈમરજન્સી સારવાર, ડાયાલિસિસ, ગાયનેક, ડીલીવરી, લેબોરેટરી, એક્સ-રે, ફિઝીયોથેરાપી સહિતની સુવિધાઓ હવે પોતાના શહેરમાં જ ઉપલબ્ધ બનશે.
