હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ (૧) હેઠળ, ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. ડી.તબીયારે સમગ્ર જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરી, નીચે દર્શાવ્યા મુજબનો કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
(૧) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ઘોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી, હજામનો અસ્ત્રો, ત્રિશૂલ, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ સાઘન સાથે લઇ જવું નહી,
(ર) કોઇ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવું નહી,
(૩) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવા અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહી,
(૪) કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહી,
(પ) વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવા નહી,
(૬) જો છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અરુચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવા અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવા નહી.
આ હુકમ નીચે મુજબના વ્યક્તિઓને લાગુ પડશે નહી.
(૧) સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાની ફરજ હોય,
(ર) અથવા અધિકૃત કરેલ કોઈપણ પોલીસ અધિકારીએ જેની અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ,
(3) જિલ્લા મેજીસ્ટ્રેટ, પોલીસ અધિકારીએ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટએ અધિકૃત કરેલ તેવી બીજી કોઈ વ્યક્તિઓને.
આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામું તા. ૦૩/૦૨/૨૦૨૬ થી તા. ૧૭/૦૨/૨૦૨૬ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમા રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫ અનુસાર સજાને પાત્ર થશે. આ માટે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીઓને, આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
