કેવડી ઈકો ટુરિઝમ સાઈટ-માંડવી ખાતે વનવિભાગના કર્મચારીઓ માટે ‘આયુષ સર્વરોગ નિદાન કેમ્પ’ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

      જિલ્લા પંચાયતની આયુષ શાખા અને વનવિભાગ-સુરતના સંયુક્ત ઉપક્રમે માંડવી તાલુકાની કેવડી ઈકો ટુરિઝમ સાઈટ ખાતે વનવિભાગના કર્મચારીઓ માટે બે દિવસીય ‘આયુષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’ યોજાયો હતો. જેમાં વન કુલ ૧૬૩ વનકર્મીઓનું સઘન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

              આ કેમ્પનો પ્રારંભ જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોંદી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એચ. જે. વાંદાના હસ્તે ભગવાન ધન્વંતરિની વંદના સાથે કરવામાં આવ્યો હતો. કેમ્પમાં જરૂરિયાત મુજબ આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૩ કર્મચારીઓમાં હાઈ બ્લડપ્રેશરની સમસ્યા જણાતા તેમને સતત ફોલોઅપ સારવાર મળે તેવું આયોજન કરાયું હતું.

          કેમ્પમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓ વિશે માર્ગદર્શન આપી, દૈનિક જીવનમાં આહાર, યોગ અને આયુર્વેદના મહત્વ વિશે સમજ અપાઈ હતી. 

 

 

Related posts

Leave a Comment