શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

   દાહોદ જિલ્લા સહકારી સંઘ અને શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ, દાહોદના સંયુક્ત ઉપક્રમે કોલેજ કક્ષાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને શાલ ઓઢાડી અને કોલેજના સ્થાપક સુરેશભાઈ મેડા દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી.

જિલ્લા સહકારી સંઘ, દાહોદ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સહકારી પ્રવૃત્તિઓથી પરિચિત થાય, સહકારની પ્રવૃત્તિનું ઉદ્ભવ, વિકાસ, સહકારી ક્ષેત્રમાં રોજગારીની તકો વગેરે બાબતોનું ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહકારી સંઘના સી.ઈ.ઓ. કીર્તનભાઈ ભાભોર દ્વારા સહકારના પાયાના સિદ્ધાંતોની વાત કરી સાથે ભારત દેશમાં સહકારી પ્રવૃત્તિનો ઉદ્ભવ અને વિકાસ પાયાના સિદ્ધાંતો અંગે માહિતી આપવામાં આવી હતી. Ra

ગુજરાત રાજ્ય સહકારી સંઘના મંત્રી હર્ષદભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દાહોદ જિલ્લાની સહકારી પ્રવૃત્તિને વખણાવી હતી અને ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ દાહોદ જિલ્લાની થાય છે તેમ જણાવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓને સહકારી પ્રવૃત્તિનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા માટે દાહોદ સહકારી બેંક, ભગિની સમાજ, અર્બન બેન્ક દાહોદ, ગામની દૂધ મંડળીઓ, ખેતી મંડળીઓ, ધિરાણ મંડળી વગેરે અન્ય સહકારી સંસ્થાની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું. 

આ માટે જિલ્લા સહકારી સંઘ પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યુ હતું. સહકારી પ્રવૃત્તિ થકી રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે 

 પોતાની ઉત્તમ કામગીરી અને કારકિર્દી બનાવેલ કેટલાક ઉચ્ચ ક્ષેત્રે પહોંચેલા વ્યક્તિઓના ઉદાહરણો પણ તેમને પૂરા પાડ્યા હતા.

દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન કલસિંગભાઈ મેડાએ પોતે ૧૯૮૦ થી માંડીને આજ દિન સુધી સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને દાહોદ જિલ્લાના સહકારી ક્ષેત્રને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત ઉઠાવી છે. સહકારી ક્ષેત્ર રોજગારીનું પણ એક મોટું ક્ષેત્ર છે, તેમ જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને પોતાના ગામની મંડળીમાં સભાસદ બનવા, ધિરાણ મેળવવા, દૂધ મંડળી કરવા, ગૃહ ઉદ્યોગ સ્થાપવા વગેરે આગળ આવવા જોઈએ તેમ જણાવી વિદ્યાર્થીઓને આર્થિક રીતે પગભર બનવા માટેની હાકલ કરી હતી કરી હતી.

આ તબક્કે સાબીરભાઈ શેખ, રમણભાઈ ડામોર અને કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરસ્વતીબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment