હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય ‘એકતા યાત્રા’નું આયોજન!
જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જેમાં તા. ૧૬ થી ૨૧ નવેમ્બર દરમિયાન વિધાનસભા દીઠ ૮ થી ૧૦ કિલોમીટરની પદયાત્રાઓ યોજવાનો નિર્ણય લેવાયો.
‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સૂત્ર સાથે યોજાનારી આ યાત્રામાં સ્પર્ધાઓ, વૃક્ષારોપણ, અને સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે.
સૌ નાગરિકોને આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ
