અકસ્માત મૃત્યુના કારણે મરણ જનાર અજાણ્યા પુરુષની ઓળખ કરવા અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી જણાવવામાં આવે છે કે આકસ્મિક મરણ જનાર એક અજાણ્યા પુરુષ જેમનું નામ નેત્રજાભાઇ નાનાલાલ અને ઉંમર આશરે ૫૫ વર્ષ છે, તેઓ ગઈ તા. ૦૧/૧૧/૨૦૨૫ ના કલાક ૦૪:૦૦ વાગ્યા આસપાસ જામનગરની જી.જી. હોસ્પિટલ માં સારવાર દરમિયાન મરણ પામેલ છે. આથી, આ અજાણ્યા પુરુષની ઓળખ અંગેની કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે.વિગતો માટે એ.એસ.આઈ. એચ.આર. બાબરીયા, જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન મો.૭૨૨૮૮૫૫૦૫૨, ૮૮૪૯૯૪૧૩૯૮ તથા ૦૨૮૮-૨૫૫૦૨૪૩, ૬૩૫૯૬૨૭૮૧૨ પર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment