રાજકોટ શહેરમાં વિદેશી દારૂના ૪ દરોડા ૧૦૦ બોટલ ઝડપી પાડતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ,

તા.૧૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં વિદેશીદારૂ ભરેલી રિક્ષા પસાર થવાની હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે વિદેશીદારૂની ૬૬ બોટલ ભરેલી રીક્ષા સાથે આનંદ રવજી મુછડીયાને ઝડપી લીધો હતો. ભકિતનગર પોલીસે હરીધવા રોડ ઉપર વિદેશીદારૂની ૬ બોટલ લઇને નિકળેલા બાઇક ચાલક વિશાલ વાલજી કુમારખાણીયાની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે બાતમીના આધારે લોઠડા ગામેથી પ્રતિપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાને રૂા.૭૫૦૦ ની કિંમતની ૧૫ બોટલ દારૂ સાથે ઉઠાવી લીધો હતો. જ્યારે ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે બાઇકમાં વિદેશીદારૂની હેરાફેરી કરતાં સંદિપ કિશોર રામાવત અને ધાર્મિક દીપક ચૌહાણની ધરપકડ કરી વિદેશીદારૂ અને બાઇક મળી રૂા.૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. પોલીસે પાંચેય બુટલેગરો સામે ગુનો નોંધી કાનુની તપાસનો દૌર લંબાવ્યો છે. ૧૦૦ બોટલ દારૂ, રિક્ષા, અને બે બાઇક મળી રૂા.૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સને દબોચી લીધા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment