હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકે પોષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ બાળપણ થકી જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે તેવો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ગામના તેજસ્વી બાળકો અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરોને પ્રેરણા આપતા અને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘માતા યશોદા એવોર્ડ’ પ્રાપ્ત થયેલા બહેનો તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલ કિશોરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
અંતે, માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત તમામ ગ્રામજનોને સામૂહિક રીતે પોષણનું મહત્ત્વ સમજીને તેને જીવનમાં ઉતારવાના ‘પોષણ શપથ’ લેવડાવ્યા હતા.
