હિન્દ ન્યુઝ, ઓલપાડ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભડોલ અને માંદરોઈ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં ઓલપાડ તાલુકા BTM દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી તરફ વળવા પ્રોત્સાહન અપાયું હતું. પ્રાકૃતિક ખેતીથી પાક અને જમીનને થતાં ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યસરકાર દ્વારા મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવી હતી.
