હિન્દ ન્યુઝ, દાહોદ
આજરોજ દાહોદ જિલ્લા ગાયત્રી શક્તિપીઠ ખાતે વંદનીય માતાજીની 2026 માં આવનાર જન્મ શતાબ્દી ને લય ને શાંતિકુંજ ના પ્રતિનિધિ કિરણભાઈ દ્વારા અગત્યની મિટિંગ કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા ગાયત્રી શક્તિપીઠ ખાતે જિલ્લાની બેઠકમાં તમામ વરિષ્ઠ પરિજનો ની ઉપસ્થિતી સંગઠન ને મજબૂત બનાવવા અને એકજૂટ બની 2026 ના વર્ષને સફળ બનાવવા માટે ચર્ચાઓ કરી હતી તેમજ અખંડજયોતી શતાબ્દી અને ગુરુદેવ ના 24 લાખ મહાપુરસ્ચરન સાધના વર્ષ શતાબ્દી આ બધાનો સંયોગ 2026 માં આવતો હોય તો તેના પર વિશેષ ભાર પૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ સાથે માતાજીની જન્મશતાબ્દી માટે વિશેષ જયઘોષ નારા પણ હેમંતભાઈ દ્વારા બોલવામાં આવ્યા હતા. શાંતિકુંજ ના પ્રતિનિધિ અને ગુજરાત ના પ્રભારી કિરણભાઈ દ્વારા 2030 સુધી બધા પરિજન ભાઈઓ બહેનો ને મિશન ના કામ માટે એકજૂટ થઈ કામ કરવાની હાકલ કરી હતી અને આને દાહોદ જિલ્લા વતી સહજ સ્વીકારી લીધી હતી.
રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ
