હિન્દ ન્યુઝ, સુઈગામ
થરાદ ખાતેથી સુઈગામ માટે વધુ 2000 ઘઉં-બાજરીના લોટના પેકેટ તથા 24000 પાણીની બોટલ રવાના કરાઈ.
સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા, કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરાયું; વરસાદી પાણીમાં જઈને સરહદી લોકોના પડખે જિલ્લા વહીવટી તંત્રની રાઉન્ડ ધ ક્લોક કામગીરી.


