હિન્દ ન્યુઝ, બોટાદ
ગઢડા તાલુકાના માંડવધાર ગામે પશ્ચિમ દિશાએ સર્વે નંબર 326 અ/2 પૈકી 1/પૈકી 1માં એક હેક્ટર વિસ્તારમાં રાતના સમયે અલગ અલગ જગ્યા પર અનામી વ્યક્તિ દ્વારા સિમેન્ટના બેલા નાખી એક હેક્ટર વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગઢડા તાલુકા વિકાસ અધિકારી એ. એ.વાળાની ઉપસ્થિતિમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા કામગીરી સમયે સ્થળ પર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ગોહિલ અને ગઢડા પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર રહ્યો હતો. જેસીબી અને ટ્રેક્ટર દ્વારા આ બેલાને હટાવી તળાવના કિનારે તમામ બેલા ભેગા કરી ગૌચર જમીનનું દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
