હિન્દ ન્યુઝ, બોટાદ
ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ આઈ મન્સૂરીના માર્ગદર્શન હેઠળ બોટાદમાં વિમલભાઈ કાળથિયાના કારખાને રત્નકલાકાર બેહનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કારખાનાના માલિક વિમલભાઈ કળથિયાની પ્રેરક ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.મકવાણા દ્વારા પોક્સો એક્ટ તેમજ IUCAWની કામગીરી તેમજ દરેક બેહનો સ્વનિર્ભર બની બાળકોની વિશેષ કાળજી લઇ ઉચ્ચતર અભ્યાસ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિષે કાયદાકીય માર્ગદર્શન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે માહિતી આપી હતી. 181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ દ્વારા 181 હેલ્પલાઇન તેમજ તેનાં ઉપયોગ એને એપ્લિકેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
DHEWના નીતાબેન ભેડા દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી, વિધવા સહાય, મહિલા સ્વાવલંબન વગેરે યોજના વિષે વિગતવાર માહિતી આપી હતી. સખી વનસ્ટોપ સેન્ટરનાં મીનાબેન દ્વારા આશ્રય તેમજ સખી વનસ્ટોપ સેન્ટરની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના બોટાદરા મેહુલભાઈ દ્વારા આપાતકાલીન સમય દરમ્યાન શું કાળજી રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. dhewના જેન્ડર સ્પેસ્યાલીસ્ટ વિજાભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
