હિન્દ ન્યુઝ, મોરબી
હળવદ ખાતે આન, બાન અને શાન સાથે મોરબી જિલ્લા કક્ષાનો ૭૯ મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો
મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન થયું, પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર
કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, પોરબંદર
79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ પોરબંદર ખાતે આયોજિત ’વંદન તને પોરબંદર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં કુલ અંદાજે રૂ.174 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પોરબંદર જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું શાલ, સ્મૃતિચિહ્ન તથા પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન; પોરબંદર જિલ્લાના વણથંભ્યા વિકાસ, પ્રવાસન અને તીર્થક્ષેત્રોની માહિતી દર્શાવતી ‘પોરબંદર પરિવર્તનના પંથે’ કોફી ટેબલ બુકનું વિમોચન

હિન્દ ન્યુઝ, ભાવનગર
પાલીતાણામાં જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
ભારત આઝાદ થયાં પછી દેશે અનેક વિકાસની નવી ક્ષિતિજો કંડારી છે
ઓપરેશન સિંદૂરની સફળતાએ રાષ્ટ્રના સંકલ્પને મજબૂત બનાવ્યો છે:જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલ
હિન્દ ન્યુઝ, વલસાડ
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે તિરંગો ફરકાવી વલસાડના ધમડાચી એપીએમસી મેદાન ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
મંત્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ભવ્ય વર્માને અર્પણ કરાયો
જિલ્લાની વિવિધ શાળાઓએ દેશપ્રેમમાં તરબોળ કરી દેતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી, મંત્રીના હસ્તે વલસાડ વિકાસ વાટિકા – વર્ષ -૨૦૨૪-૨૫નું વિમોચન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને ચુડા ખાતે ૭૯માં “સ્વાતંત્ર્ય પર્વ”ની શાનદાર ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ
દેશના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજકોટ શહેરકક્ષાના કાર્યક્રમની આન-બાન-શાનથી ઉજવણી નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમની અધ્યક્ષતા અને શહેર પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારની ઉપસ્થિતિમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે થઈ હતી. આ અવસરે નિવાસી અધિક કલેક્ટરએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તથા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરએ રાજકોટ પોલીસ દળ, એન.સી.સી.ની બોયઝ બટાલિયન તથા એન.સી.સી.ની ગર્લ્સ કેડેટસની પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આધ્યાત્મિક તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતાં વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ટ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગ રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ઘ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે મંત્રી મુકેશભાઈ પટલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મંત્રીએ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તેમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, પરેડ કમાન્ડર અને જિલ્લા પોલીસવડા જોડાયા હતા.
રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહૂતિ આપનાર તમામ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધા સુમન અપર્ણ કર્યા હતા.

હિન્દ ન્યુઝ, તાપી
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા કક્ષાનો 79મો સ્વતંત્રતા દિવસ નિમિત્તે વ્યારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતિભવ્ય ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, વડોદરા
79મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી
સાવલી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું
વિકસિત વડોદરા થકી દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત કરવાનો છે: જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા
વિકાસલક્ષી સિદ્ધિઓ વર્ણવીને કલેક્ટરએ ભવિષ્યના પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી નાગરિકોને સંદેશ આપ્યો
વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું કર્યું બહુમાન.

