સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૦ શહેરો માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ

હિન્દ ન્યુઝ, ભુજ

    ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, જિલ્લા વહીવટીતંત્રના ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW)ના સહયોગથી હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ અને અધિકારીઓ, કર્મચારીઓ માટે કેપેસિટી બિલ્ડીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW) દ્વારા રાજ્યના ૧૦ શહેરો જેવા કે, ભુજ, સુરત, વલસાડ, નવસારી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, ઈડર, પાટણ, પાલનપુર માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ, હેલ્થ વિષયક તૈયારીઓ, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ, હીટવેવ ટાસ્ફ ફોર્સની રચના અને જવાબદારીઓ તેમજ હીટવેવ સામેની સક્સેસ સ્ટોરી અંગેના વિવિધ પ્રેઝેન્ટેશન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા શહેરોમાં ભુજનો પણ સમાવેશ કરાયો હોવાથી ભુજ શહેર માટે તૈયાર કરવામાં આવેલા “Heat Action Plan-2025”નું લોન્ચિંગ કરાયું હતું. હીટવેવ એક્શન પ્લાન સંબંધિત કામગીરી કરનારા વિવિધ સ્ટેક હોલ્ડર્સ, જિલ્લા વહીવટીતંત્ર કે કોર્પોરેશન કે નગરપાલિકાઓના અધિકારીઓ માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. 

 આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર, મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.આર.પ્રજાપતિ અને વિજયા પ્રજાપતિ, ભુજ ગ્રામ્ય મામલતદાર અરૂણ શર્મા, ભુજ શહેર મામલતદાર ડી.કે.રાજપાલ, સ્મૃતિવનના ડીરેક્ટર મનોજ પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર ચિરાગ નિમાવત, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેર કે.પી.નાયી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.મિતેષ ભંડેરી સહિત જીએસડીએમ, કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટરના પ્રતિનિધિઓ તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ ડિઝાસ્ટર મામલતદારની કચેરી દ્વારા જણાવાયું છે. 

Related posts

Leave a Comment