આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ ટી આપના દ્વારે” અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે
હિન્દ ન્યુઝ, સુરત
સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તા.૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા ૫૫૦ એકસ્ટ્રા બસો દોડાવાશે. એકસ્ટ્રા બસોથી ૩૦ હજાર જેટલા નાગરિકો વતન પહોચી શકશે.