રાજકોટ શહેરમાં અનલોક-3ના કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ,

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચુસ્ત પણે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નિયમ અનુસાર સ્પા ચાલુ કરવાની મનાઈ હોવા છતા સ્પા સંચાલકો\માલિકો પોતાના આર્થિક લાભ માટે જાહેર જીવનમાં બેદરકારી દાખવી સ્પા ચાલુ રાખતા હોવાની માહિતી મળી હતી. રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો, D.C.B પો.સ્ટે. S.O.G પેરોલ ફર્લો સ્કોડના માણસોની અલગ અલગ કુલ.૨૯ ટીમ બનાવી. રાજકોટ શહેરમાં આવેલ અલગ અલગ સ્પા ખાતે તપાસ કરી જે સ્પા ચાલુ જણાય તેઓ વિરૂદ્ધ કાર્યેદસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન કુલ.૧૪ સ્પા ચાલુ જોવા મળ્યા હતા. જે સ્પાના સંચાલકો\ માલિકો દ્વારા સરકારની માર્ગદર્શિકાનું પાલન ન કરી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. જેથી તેના વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment