લોક ડાઉન ભંગ સંબંધે વડોદરાની કોર્ટે આપેલ ચુકાદાને આવકારતા ઉષાબેન કુસકીયા

વેરાવળ ,

તા.૨૬/૦૮/૨૦૨૦, લોક ડાઉન ભંગ સબબ ૧૮૮ હેઠળ નોંધાયેલ ત્રણ કેસને વડોદરાની કોર્ટે પહેલીજ સુનાવણી માં ડિસમિસ કરેલ છે અને જણાવેલ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની પરવાનગી વિના આ ગુનામાં એફ.આર.આઈ. થઈ શકે નહીં એવા કારણોસર સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.પી. ઉનડકટ લોકડાઉન દરમિયાન બપોદ પોલીસ સ્ટેશનની હદ માં નોંધાયેલ ત્રણ કેસને ડિસમિસ કરેલ છે, આ ચુકાદાને પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાએ આવકારતા જણાવેલ કે, આવા કેસોમાં ગુનો બનતો ન હોય તે સ્વાભાવિક હોવા છતાં રાજ્યભરમાં આવા અસંખ્ય કેસો નોંધવામાં આવેલ હતા અને એ વખત અમોએ પણ મુખ્યમંત્રી ને તેમજ કાયદામંત્રીને લેખીત રજુઆત કરેલ કે આવા કેસોમાં કોઈ ગુનો બનતો ન હોય આવા કેસો રદ થવા જોઈએ તેવી લોકડાઉન વેળાએ લેખિત જાણ કરેલ હતી તે સબબ આવા કેસો પ્રથમ દ્રષ્ટિથી રદ થવા પાત્ર હતા જે આજે વડોદરા ની કોર્ટ ઉપરથી સાબીત થઈ ગયું છે. વેરાવળના મહિલા ધારાશાસ્ત્રી એવા ઉષાબેન કુસકીયાએ આ બાબતે વધુમાં જણાવેલ કે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની પરવાનગી વિના નોંધાયેલી કલમ-૧૮૮ હેઠળની ફરિયાદો કાયદાકીય રીતે ટકવા પાત્ર નથી સી.આર.પી.સી.ની કલમ-૧૯૫ મુજબ કલમ-૧૭૨ થી ૧૮૮ હેઠળ નોંધાયેલા કોઈપણ સજાપાત્ર ગુનાની કોર્ટ નોંધ ના લઈ શકે. આ મામલે અન્ય રાજ્યોની કોર્ટો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લેતા તમામ કેસો રદ થવા પાત્ર હોય જેથી આ ચુકાદાથી ઘણીજ રાહત મળી શકશે એમ અંતમા જણાવ્યું હતું.

રિપોર્ટર : હારૂન કાલવાત, વેરાવળ

Related posts

Leave a Comment