દિયોદર, હિન્દ ન્યૂઝ
દિયોદર ખાતે હાઇવે વિસ્તાર પર આવેલ વર્ષો જુના ભટીયાણી માતાજી ના મંદિર ખાતે એક વિદેશી પતંગિયા નું આગમન થયું છે વહેલી સવારે મંદિર માં ના પૂજારી કનુભાઈ ઓડ પૂજા કરવા આવ્યા હતા જેમાં મંદિર માં માતાજી ના મૂર્તિ આગળ એક અલગ પ્રકાર નું પતંગિયું જોવા મળી આવ્યું હતું જે પતંગિયા ની વાત વાયુવેગ થતા આજુ બાજુ માંથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા આ બાબતે મંદિર ના પૂજારી એ જણાવેલ કે આ એક અલગ પ્રકાર નું ફુદુ છે જે લગભગ ગુજરાત માં જોવા મળતા નથી કહી શકાય કે વિદેશ માંથી આ પતંગિયું આવ્યું છે સતત 12 કલાક જેટલો સમય થયો છે છતાં એકજ સ્થળ પર બેઠું છે આ પતંગિયા ને પાંખો પીળા કલર ની છે અને પાંખો માં ચાર નાના કુંડાળા માં કાચ જેવા સીન દેખાય છે એક સુંદર મજાનું આ પતંગિયું છે પણ આ પતંગિયા ને જોવા માટે લોકો આવી રહા છે
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
