પશુઓ રસ્તા પર દિયોદર ના ચિભડા ગૌ શાળા માંથી ગાયો છોડી મૂકી

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ની તમામ ગૌ શાળા ના સંચાલકો એ વિવિધ માગણી સાથે ગૌ શાળા માંથી ગાયો છોડી મુકવાના નિર્ણય સાથે આંદોલન શરૂ કર્યું છે જેમાં જિલ્લા ના વિવિધ ગૌ શાળા માંથી ગાયો ને કચેરીઓ આગળ છોડવામાં આવી રહી છે ત્યારે દિયોદર તાલુકા ના ચિભડા ગામે પણ ગૌ શાળા એ ગાયો ને છોડી મૂકી છે જેને લઈ આંદોલન ઉર્ગ બનતું દેખાઈ રહું છે.  દિયોદર તાલુકા ના ચિભડા ગામે આવેલ ગૌ શાળા માં અનેક ગાયો નો નિભાવ થાય છે જેમાં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે સરકાર દ્વારા એપ્રિલ અને મેં મહિના માં ગૌ શાળા માં સહાય આપ્યા બાદ સહાય બંધ કરી દેવામાં આવતા ગૌ શાળા ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે જેમાં ગૌ શાળા માં આવતું દાન પણ હાલ ની પરિસ્થિતિ માં મોટા પાપે ઘટાડો નોંધાતા ગૌ શાળા માં ગાયો નો નિભાવ કરવો મુશ્કેલ બન્યો હતો જે અંગે થોડા સમય પહેલા જિલ્લા ના તમામ ગૌ શાળા ના સંચાલકો એ વિવિધ માંગણી સાથે રજુઆત કરી હતી જેમાં કોઈ નિર્ણય ના આવતા આખરે ગૌ શાળા ના સંચાલકો આક્રમક મૂડ માં આવ્યા હોવાનું દેખાઈ રહું છે જેમાં જિલ્લા માં એક પછે એક ગૌ શાળા માંથી સરકારી કચેરીઓ માં ગાયો છોડવામાં આવી રહી છે ત્યારે આજે દિયોદર ના ચિભડા ગામે પણ ગૌ શાળા માંથી ગાયો ને ગ્રામ પંચાયત કચેરી આગળ છોડી મુકવામાં આવતા પશુઓ રસ્તા પર જોવા મળી આવ્યા છે ત્યારે હવે આ આંદોલન વધુ ઉર્ગ બને છે કેમ તે જોવાનું રહ્યું.

રિપોર્ટર :  પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment