હિન્દ ન્યુઝ, જામનગર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકાથી શરુ થઈ રાજ્યકક્ષા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા-શહેરકક્ષાની સ્પર્ધા આગામી તા.૧૧/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન યોજાશે.
જેમાં દુહા-છંદ-ચોપાઈ,નિબંધ,કાવ્યલેખન અને ગઝલ શાયરી લેખન સ્પર્ધા તા.૧૧/૦૧/૨૦૨૫નાં રોજ વિભાજી હાઈસ્કૂલ ખાતે યોજાશે. સ્પર્ધકોએ બપોરે ૧૨:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે.
તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ નવાનગર હાઈસ્કૂલ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે લોકગીત-ભજન તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે લગ્નગીત અંગેની સ્પર્ધા યોજાશે.
વિભાજી હાઇસ્કુલ ખાતે તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વકતૃત્વ, લોકવાર્તા, ગરબા, લોકનૃત્ય,રાસ, ભારતનાટ્યમ, સ્કૂલબેન્ડ, કથક બપોરે ૦૨:૦૦ કલાકે, સર્જનાત્મક કારીગરી- જામનગર ગ્રામ્યના સ્પર્ધકોએ સવારે ૦૮:૩૦ કલાકે, સર્જનાત્મક કારીગરી- જામનગર શહેરના સ્પર્ધકોએ બપોરે ૧૨:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે.
તા.૧૩/૦૧/૨૦૨૫ ટાઉનહોલ જામનગર ખાતે સવારે ૦૮:૩૦ કલાકે ચિત્રકલા,એકપાત્રીય અભિનય,સમૂહગીત ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે સુગમ સંગીત,તબલા અને બપોરે ૦૧:૧૫ કલાકે શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) ત્યારબાદ ૦૨:૧૫ કલાકે હાર્મોનિયમ, ૦૩:૧૫ કલાકે ઓર્ગનની સ્પર્ધાઓ યોજાશે.
વધુ વિગત માટે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જીલ્લા સેવા સદન-૪,રૂમ નં-૪૨,રાજપાર્ક ખાતે રૂબરૂ તથા કચેરીના ફોન નં-૦૨૮૮૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એમઆઈ પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.