હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા જાન્યુઆરી માસ ૨૦૨૫માં “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૧૦ થી ૩૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે.
જે અનુસાર તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે.પરીખ આર્ટસ અને સાયન્સ કોલેજ કેમ્પસ, દંતાલી રોડ ખાતે, તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ મોડેલ કેરિયર સેન્ટર, આણંદ રૂમ નંબર-૩૨૭, ત્રીજો માળ,જુનું સેવા સદન,બોરસદ ચોકડી પાસે,તારીખ ૨૪ જાન્યુઆરીના આણંદની નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટસ કોલેજ,નાના બજાર ખાતે, તારીખ ૩૧ જાન્યઆરી યુનિવર્સિટી રોજગાર અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર નલિની આર્ટસ કોલેજની સામે, ઓલ્ડ બોઈસ હોસ્ટેલ કમ્પાઉન્ડ, નાના બજાર ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૦૫ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.