હિન્દ ન્યુઝ, ભાવનગર
ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા અમલિકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માં વ્યક્તિગત ધોરણે આવાસ બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/- ની સહાય ના નવો સર્વે (વર્ષ ૨૦૨૪-૨૫ થી વર્ષ ૨૦૨૮-૨૯ સુધીનો) હાથ ધરવામાં આવેલ છે. જેની છેલ્લી તા.૩૧-૦૧-૨૦૨૫ છે.
જેમા વ્યક્તિ પોતે આ મુજબના ધારાધોરણો ન ધરાવતો હોવો જોઇએ (૧) થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (ર) ખેતી લાયક સાધન થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (૩) રૂા. ૫૦,૦૦૦ થી ઉપર કીસાન ક્રેડીટ લીમીટ (૪) ઘરનો કોઇ વ્યક્તિ સરકારી કર્મચારી (૫) ઘરનો કોઇ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બીન કૃષી ઉદ્યોગો ધરાવતા (૬) પરીવારના કોઇ પણ વ્યક્તિની માસીક આવક રૂા.૧૫૦૦૦ થી વધુ (૭) ઇનકમ ટેક્ષ ભરતો (૮) પ્રોફેશનલ ભરતો (૯) ૨.૫ એકર અથવા તેનાથી વધુ પીયત જમીન (૧૦) ૫ એકર અથવા તેનાવી વધુ બીન પીયત જમીન ના ધારાધોરણો રહેશે. ઓનલાઇન સર્વે અને વધુ માહિતી માટે લગત ગ્રામ પંચાયત કચેરી, નિમણુક થયેલ સર્વેયર તેમજ લગત તાલુકા પંચાયત કચેરી નો સંપર્ક કરવાનો રહેશે તેમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.