હિન્દ ન્યુઝ, અમદાવાદ
‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં કુલ ૨,૨૧૭.૬૬ ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ
વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી (એટલાસ) તૈયાર કરાઈ; જે વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ