હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વર્ષ : ૨૦૨૪ – ૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સરગવાની ખેતી, ખેતર પરના વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત થયું છે.
જેમાં ગ્રેડીંગ-શોર્ટીગ પેકિંગ એકમ ઉભા કરવા, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ, મિશન મધમાખી કાર્યક્રમ, બાગાયતી યાંત્રીકરણ, કંદ ફુલો, દાંડી ફુલો જેવા વિવિધ ઘટકો માટે આઇ – ખેડુત પોર્ટલ તા.૦૭/૧૨/૨૦૨૪ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
આંબા / જામફળ ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા / લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે, કમલમ ફળ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા/કેળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, પોલી હાઉસ, નેટ હાઉસ, રાઇપનીંગ ચેમ્બર, ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર, નાની નર્સરી, ટીસ્યુકલ્ચર ખારેક, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો, ઘનિષ્ઠ ખીતીથી વાવેલ ફળપાકો જેવા વિવિધ ઘટકો માટે અરજી કરવાની રહેશે.
લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.i પર સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવાકે, તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.