હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા સંચાલિત તા.૨૩/૧૧/૨૦૨૪ થી ૨૪/૧૧/૨૦૨૪ સુધી સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો.
આ યુવા ઉત્સવમાં સૌરાષ્ટ્ર પ્રદેશના કુલ ૧૨ જિલ્લાના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ગીર સોમનાથના કુલ ૧૩ કૃતિમાં કલાકારોએ પોતાની કલાનું હીર ઝળકાવ્યું હતું.
આ યુવા ઉત્સવમાં વકતૃત્વ સ્પર્ધામાં બ વિભાગમાં પ્રથમ ક્રમાંકે અલ્પાબેન, નિબંધ સ્પર્ધામાં બ વિભાગમાં તૃતિય ક્રમે ઝાલા પ્રિયા, પાદપૂર્તિ સ્પર્ધામાં બ વિભાગમાં પ્રથમ ક્રમાંકે ઝાલા અંજલિ, લગ્નગીત, લોકવાર્તા તથા દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં ગોહિલ ભદ્રસિંહે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
જ્યારે ચિત્રકલામાં અ અને બ વિભાગમાં તૃતિય ક્રમાંકે કિર્તી ગૌસ્વામી અને પરમાર રક્ષાબહેન, હળવા કંઠ્ય સંગીતમાં અ અને બ વિભાગમાં દ્વિતિય ક્રમાંકે ચુડાસમા હિના અને ટાપરિયા ધાની, શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં દ્વિતિય ક્રમે રામ યશશ્રી, સમુહગીતમાં તૃતિય ક્રમે શ્રીમતી આર.ડી.બારડ કન્યા વિદ્યાલય ઘુસિયા, તેમજ હાર્મોનિયમ સ્પર્ધામાં ઝાલા પ્રિન્સે દ્વિતિય ક્રમ મેળવ્યો હતો. આ તમામ કલાકારોને જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા તેમના સ્ટાફે અભિનંદન પાઠવ્યાં હતાં.