તાલાલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર ખાતે એઈડ્સ જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, તાલાલા 

     એચઆઇવી ચેપના ફેલાવાને કારણે થતા એઇડ્સ રોગચાળા વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કરવા માટે ૧લી ડિસેમ્બરના દિવસે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી અને અધિક્ષક તાલાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.

 ૧લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસના અનુસંધાને આઈ.સી.ટી.સી સેન્ટર તાલાલા દ્વારા જી.એચ.સી.એલ ફાઉન્ડેશન વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, તાલાલા ખાતે એચ.આઈ.વી/એઈડ્સ અંગેનો સેમિનાર યોજાયો હતો

આ સેમિનારમાં એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV)ના સંક્રમણથી થનારી બીમારી, વિશ્વ એઈડ્સ દિવસની થીમ, ઈતિહાસ અને તેના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં ડી.એસ.બી.સી.સી તૌસીફ શેખ, આઈ.સી.ટી.સી જયેશ ભાદરકા, સુમિયાબેન મલેક તેમજ પ્રોજેક્ટ ઓફિસર રાહુલભાઈ પરમાર, ગોપાલભાઈ પાતર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment